ગૌભક્ત શ્રી બડુદાદા સ્મૃતિ કામળીયાગોર ચેરીટેબલ સેવા ટ્રસ્ટની વેબ પોર્ટલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે
આપણાં ગૌભક્ત શ્રી બડુદાદા સ્મૃતિ કામળીયાગોરને આવી એક વેબ પોર્ટલની આવશ્યકતા હતી. આ પ્રેકારની વેબ પોર્ટલ કોઈપણ ટ્રુસ્ટની પ્રશાસનીક આવશ્યકતા છે. જે કોઈપણ ટ્રુસ્ટની કાર્ય પ્રણાલી માટે મૂળભૂત છે.
આપણા પરિવારના પાટોત્સવ અને અન્ય કાર્યક્રમોમાં ખુબજ જુજ સુખ્યામાં પરિવારો એકઠા થઇ રહ્યા છે અને સાંપ્રત સમય માં એકતા અને સંગઠનને ધ્યાનમાં રાખી આવા કાર્યક્રમોને વધુ સફળ બનાવવા માટે આપણી કાર્યકારી સમિતિ જે જેહમત ઉઠાવી રહી છે એને થોડી સરળ બનાવવા માટે તેમજ પત્રવ્યહ્વાર ને વધુ સરળ ગતિશીલ અને ચોક્ક્સાઇભર્યો બનાવવા માટે કોઈ માધ્યમની તીવ્ર આવશ્યકતા હતી, જેના નિરાકરણ રૂપે આ વેબ પોર્ટલ બનાવવામાં આવી છે.
અહી દર્શાવેલા હેતુઓ અને અવશ્યકતાઓને ધ્યાનમાં લઇ અમારા સ્વર્ગસ્થ વડીલોની સ્મૃતિ - કલ્યાણ અર્થે ગૌભક્ત શ્રી બડુદાદા સ્મૃતિ કામળીયાગોર ચેરીટેબલ સેવા ટ્રસ્ટની વેબ પોર્ટલનું નિર્માણ કરવા માટે સંકલ્પ કરેલ છે, જે અત્રે પ્રસ્તુત છે
આશા છે આપ સૌ વેબ પોર્ટલ નો કાર્યક્ષમ ઉપયોગ કરી આપના કુળ પરિવારના વિકાસમાં ભાગીદાર બનશો.