•  ગૌભક્ત શ્રી બડુદાદા સ્મૃતિ કામળીયાગોર ચેરીટેબલ સેવા ટ્રસ્ટની વેબ પોર્ટલ ઉપર આપનું  હાર્દિક સ્વાગત છે

    આપણાં ગૌભક્ત શ્રી બડુદાદા સ્મૃતિ કામળીયાગોરને આવી એક વેબ પોર્ટલની આવશ્યકતા હતી.  આ પ્રેકારની વેબ પોર્ટલ કોઈપણ ટ્રુસ્ટની પ્રશાસનીક આવશ્યકતા છે. જે કોઈપણ ટ્રુસ્ટની કાર્ય પ્રણાલી માટે મૂળભૂત છે.

    આપણા પરિવારના પાટોત્સવ અને અન્ય કાર્યક્રમોમાં ખુબજ જુજ સુખ્યામાં પરિવારો એકઠા થઇ રહ્યા છે અને સાંપ્રત સમય માં એકતા અને સંગઠનને ધ્યાનમાં  રાખી આવા કાર્યક્રમોને  વધુ સફળ બનાવવા  માટે આપણી કાર્યકારી સમિતિ જે જેહમત ઉઠાવી રહી છે એને થોડી સરળ બનાવવા માટે તેમજ પત્રવ્યહ્વાર ને વધુ સરળ  ગતિશીલ અને ચોક્ક્સાઇભર્યો બનાવવા માટે કોઈ માધ્યમની  તીવ્ર આવશ્યકતા હતી,  જેના નિરાકરણ રૂપે આ વેબ પોર્ટલ બનાવવામાં આવી છે.

    અહી દર્શાવેલા હેતુઓ અને અવશ્યકતાઓને ધ્યાનમાં લઇ અમારા સ્વર્ગસ્થ વડીલોની સ્મૃતિ - કલ્યાણ અર્થે ગૌભક્ત શ્રી બડુદાદા સ્મૃતિ કામળીયાગોર ચેરીટેબલ સેવા ટ્રસ્ટની વેબ પોર્ટલનું  નિર્માણ કરવા માટે સંકલ્પ કરેલ છે, જે અત્રે પ્રસ્તુત છે

    આશા છે આપ સૌ વેબ પોર્ટલ નો કાર્યક્ષમ ઉપયોગ કરી આપના કુળ પરિવારના વિકાસમાં ભાગીદાર બનશો. 

     

     

  •  

    ગૌભક્ત કામળીયાગોર શ્રીબડુંદાદાના જન્મસ્થાન તરેડ , કદમગીરી શિર્ષતીર્થ અને વિરપુર કાયાતીર્થના વિકાસ, જાગૃતિ અને સંવર્ધન માટે પ્રયત્ન કરવો.

    ગૌભક્ત કામળીયાગોર શ્રીબડુંદાદાની સેવા, નિષ્ઠા અને બલિદાનની ગાથાનું મહાત્મ્ય વધારવું

    ગૌભક્ત કામળીયાગોર શ્રીબડુંદાદાના ધ્યેય, હેતુઓ, નિષ્ઠા અને સેવાના કામને વેગ આપવો

    ગૌસેવા વિકાસ અને સંવર્ધન. 

    ગૌહત્યા અટકાવવી અને ખાદ્યપદાર્થોમાં ગૌમાંસ ઉપયોગથી થતા રોગો વિષે જાગૃતિ લાવી વ્યહવારમાં થતા રોગોને ઘટાડવા

    વિવિધ હેતુઓ, દીર્ઘદ્રષ્ટિ અને ઉદેશ્ય દ્વારા કુળનો વિકાસ થાય તેવા પ્રયત્નો ને વેગ આપવો

    પાટોત્સવ, મેળાવડા અને વિવિધ કાર્યક્રમો દ્વારા આપના કુળ પરિવારની પરંપરાઓ વિષ જાગૃતિ ફેલાવવી. 

  • કુળ ગોત્રીજ  અને કુળદેવી વિષ માહિતી રાખવી અને સંવર્ધન કરવું

    આવનારી નવી પેઢીને કુળ ગોત્રીજ અને કુળદેવી માટે જાગૃતિ આવે એવા હેતુથી માહિતીને સાચવી રાખવી

    ગૌભક્ત કામળીયાગોર શ્રીબડુંદાદાના ઉદાત સિધ્ધાંતો અને સેવાકાર્યો વિષે માહિતી આપી બ્રાહ્મણધર્મ વિષે જાગૃતિ લાવવી.

    કુળના બાળકો અને યુવાધનને કુળ અને વંશાવળીના ગૌરવ વિષે જાગૃત કરી કુળના વિકાસ માટે પથ નિદર્શન કરવું.